
|
|

|
ભાષાંતર
ઉચ્ચ ગુણવત્તા ધરાવતું ભાષાતંરિત સાહિત્ય ઘણા જટીલ ક્ષેત્ર વિષયોના અભ્યાસ પ્રવેશ પરત્વે, અને લોકોની શિક્ષણક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત કરવા માટે અને જ્ઞાનની સમજણ કેળવવા પરત્વે અગત્યતા ધરાવે છે. તેમ છતાં પણ હાલમાં ઉપલબ્ધ ભાષાતંરની સગવડો અપુરૂતી અને સામાજીક રીતે યોગ્ય કે પર્યાપ્ત સ્થિતિમાં નથી. સંપૂર્ણ માહિતી મેળવવા અંગેની માગ મહદઅંશે સુષુપ્ત પણ ઓળખાયેલ અને એક સરખી નથી. માટે કેટલાક અંશે લોકોનો ભાષાંતર ઉદ્યોગમાં સહયોગ અગત્યનો છે.
રાષ્ટ્રીય જ્ઞાનપંચની વિચારણા હેઠળના કેટલાક વિષયો:
- ભાષાંતરની ઉદ્યોગ સ્વરૂપે વિકાસ
- છપાયેલા તથા પ્રકાશિત થયેલા સાહિત્યનો વિકાસ
- શિક્ષણ પધ્ધતિના સાહિત્યનું ભાષાંતર અને ગુણવત્તા યુક્ત ભાષાંતર તાલીમ
- ભારતની ભાષાઓનું અને બીજા સાહિત્યનું દક્ષિણ એશિયામાં પ્રદર્શિત કરવું.
- ભાષાંતર માટેની માહિતીના સંગ્રહસ્થાનની સ્થાપના
|
|
|