
|
|

|
મેડીકલ શિક્ષણ
ભારતમાં આરોગ્ય વ્યવસાયિકો અને આરોગ્યની સેવાઓની વહેંચણી બાબતે ઘણી વિષમતાઓ છે, જે ફક્ત શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર વચ્ચે જ નહિ પરંતુ વિભિન્ન રાજ્યો વચ્ચે પણ ઘણો મોટો તફાવત ઘરાવે છે. બધીજ વૈદ્યકીય અસ્પતાલો જે શિક્ષણ આપતી હોસ્પિટલો છે અને તમામ મેડીકલ (વૈદ્યકીય) મહાશાળાઓ ફક્ત શહેરી વિસ્તારોમાં જ આવેલી છે. જ્યાં ફક્ત 30-35 % વસ્તી વસે છે. ગત 60 વર્ષોમાં, હાલના વૈદ્યકીય અભ્યસક્રમો આ બે સંયુક્ત પરિસ્થિતિઓનો ક્યાસ આરોગ્ય સંદર્ભે કાઢવામાં નિષ્ફળ નીવડેલ છે. માટે આપણી આરોગ્ય પધ્ધતિને આમુલ રીતે બદલવી જેથી હાલ અસ્તિત્વ ધરાવતી મેડીકલ કોલેજને ઊચ્ચ સ્તરીય બનાવવી આવશ્યક છે. જેથી તે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મેડીકલ વિજ્ઞાનમાં થતા વિકાસ સાથે તાલમેલ જાળવી શકે અને તેની સાથે સાથે ગ્રામીણ વૈદ્યકીય વિજ્ઞાન શિક્ષણના પ્રશ્નોના સમાધાન માટે હાલમાં અસ્તિત્વ ધરાવતી મેડીકલ કોલેજોમાં નવો ગ્રામિણ શિક્ષણ કાર્યક્રમ વિકસાવવાની જરૂર છે. જેથી ચોક્કસપણે આપણી જરૂરીયાતો અને ગ્રામીણ ચિકિસ્તકોની તાલીમ હાલમાં અસ્તિત્વ ધરાવતી રાષ્ટ્રની મેડીકલ કોલેજોમાં થઈ શકે.
રાષ્ટ્રીય જ્ઞાન પંચની વિચારણા હેઠળના કેટલાક પ્રશ્નો:
- અભ્યાસક્રમ, શિક્ષણ, વહીવટ અને તેમા પ્રવેશ પરત્વેની અડચણો, પ્રશ્નો અને પડકારો.
- સરેરાશ સ્તરને ઊચ્ચકક્ષાએ લઈ જવાની કાર્યપધ્ધતિ અને નિપૂણતા સંકુલોની રચના જેમાં પુનઃસામીક્ષિત વિકાસશીલ પધ્ધતિ સમાવિષ્ટ છે.
- પ્રકૃતિદત્ત સૂઝ ધરાવતા શિક્ષકગણને આકર્ષિત કરવાની અને સાચવવાની રીતો.
- મેડીકલ કોલેજો અને શૈક્ષણિક હોસ્પિટલોમાં સંશોધાત્મક અભિગમ જાળવવા તેમજ તેને પ્રોત્સાહિત કરવા માટેના પગલા
- મેડીકલ સંલગ્ન વિદ્યાશાખાઓમાં વ્યવસાય્કિ શિક્ષણને મજબૂત કરવું.
- મેડીકલ શિક્ષણ જાહેર આરોગ્ય અને તેની પધ્ધતિઓમાં તેની સંયુક્ત અસરો ઉત્પન્ન કરવી.
- મેડીકલ શિક્ષણની વૈકલ્પિક શિક્ષણ પધ્ધતિઓનો વિકાસ
|
|
|