
|
|

|
સંચાલન શિક્ષણ
તાજેતરના વર્ષોમાં વ્યવસાયિક શિક્ષણ સંસ્થાઓની ઝડપથી અસ્તિત્વમાં આવેલ છે. જેમાં ખાસ કરીને આપણે અભૂતપૂર્વ રીતે ખાનગી મૂડીથી બનેલ સંખ્યાબંધ ટેકનીકલ અને વહીવટી સંસ્થાઓની સ્થાપના થયેલ જોઈ છે. હવે વિદ્યાર્થીઓ પાસે તેમને કઈ સંસ્થામાં ભણવું છે તેનો બૃહંદ વિકલ્પ પ્રાપ્ત છે. ભારતમાં સંચાલન શિક્ષણના ક્ષેત્રે 1200 થી વધારે સંસ્થાઓ દ્વારા સ્નાતક અને નિમ્ન સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોનું શિક્ષણ આપવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા ભણાવાયેલ સંચાલન સ્નાતકો અને અનુસ્નાતકો મુખ્યત્વે ઉદ્યોગો દ્વારા સમાવી લેવામાં આવતા હોવાથી, સંચાલન શિક્ષણના માળખા અને અભ્યાસક્રમોને ભારતમાં બદલતા ઔદ્યોગિકક્ષેત્ર અને સેવાના ક્ષેત્રની માંગને અનુરૂપ બદલતા રહેવાની આવશ્યકતા ઉપસ્થિત થયેલ છે. વધુમાં સંચાલન શિક્ષણ આપતી વિવિધ સંસ્થાઓ દ્વારા અપાતા શિક્ષણની ગુણવત્તા તપાસવી, સંભવિત નોકરીદાતાઓ દ્વારા ભરતી સંબંધી યોગ્ય પસંદગીના નિર્ણય લેવાય તે માટે જરૂરી છે. માટે આ ખાનગી સંસ્થાઓ દ્વારા અપાતા શિક્ષણની ગુણવત્તા તપાસવાની આવશ્યકતા છે.
રાષ્ટ્રીય જ્ઞાનપંચની વ્ચારણા હેઠળના કેટલાંક મુદ્દાઓ:
- અડચણો, પ્રશ્નો અને પડકારો અભ્યાસક્રમ, પરત્વેના શિક્ષણ, આતર માળખાકીય, વહીવટી અને સંપર્ક માર્ગ
- જાહેર સંચાલન પધ્ધતિને (જેમાં સરકારી અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સમાવિષ્ટ) છે તેના સંચાલન શિક્ષણ અને સંશોધન પધ્ધતિઓને મજબૂત કરવાની રીતો, નિયમન ઢાંચો અને જાહેરનિતિ
- પ્રકૃતિદત્ત સૂઝ ધરાવતા શિક્ષણગણને આકર્ષિત કરવાની અને સાચવવાની રીતો.
- સંચાલન શિક્ષણમાં સંશોધનને પ્રોત્સાહન અને ટકાવવી રાખવાની રીતો.
- સંસ્થાઓની સ્વાયત્રતા અને જવાબદારી પરત્વેની બાબતો.
- સમાજમાં મોટાપાયે વિસ્તરેલી સંચાલન શિક્ષણ સંસ્થાઓમાં શિક્ષણ સ્તરને ગુણવત્તાના સ્તરને સુધારવા માટેના નાવીન્યપૂર્ણ માર્ગો.
|
|
|