
|
|

|
એન્જીનીયરીંગ શિક્ષણ (ઈજનેરી શિક્ષણ)
ભારત દ્વારા કુલ 415000 એન્જીનીયરો 2005માં પેદા થયેલ છે. પ્રતિભાજનક લાગતો આ આંકડો, આવશ્યકતા સંર્દભે નજીકનો નથી. આવતા દશકમાં ભારતને બે મહત્વની તકો ઉત્પાદન ક્ષેત્રે અને ઈજનેરી સેવાઓ બહારથી પ્રાપ્ત કરવા (ઈ એસ ઓ) પરત્વે સાંપડશે. તેમની ગુણવત્તા સુધારવી પડશે. ભારત માટે આ તકોની ઉપયોગ કરવા માટે ઈજનેરોની સંખ્યામાં વધારો અને તેમની ગુણવત્તામાં સુધારો કરવો પડશે.
કેટલીક જાગૃત સંસ્થાઓ સિવાય, ભારતમાં એન્જીનિયરીંગ શિક્ષણ મોટાભાગે વિતેલા યુગનું અને અસબંધિત હોય છે. મોટાભાગના સ્નાતકો અર્થતંત્ર અને ઉદ્યોગો માટે આવશ્યક સક્ષમ કુશળતા ધરાવતા નથી, જેથી ઉદ્યોગોમાં સતત કુશળતાની શૈક્ષણિક સંસ્થાઓ પણ નિપૂણ શિક્ષકગણને આકર્ષિત કરવામાં અને સાચવવામાં નિષ્ફળ જાય છે.આવી ટેકનીકલ/એન્જીનીયરીંગ શિક્ષણની ખાધનો અર્થ છે કે ભારતને અગત્યની તકો ગુમાવવાનું જોખમ છે. એન કે સી દ્વારા નીચે આપવામાં આવેલા પ્રશ્નો તપાસાશે.
- અડચણો, પ્રશ્નો અને પડકારો જે અભ્યાસક્રમ, શિક્ષણ, આંતરમાળખાકીય, વહીવટી અને સંપર્ક માર્ગ
- કુદરતીસૂઝ ધરાવતા શિક્ષણગણને આકર્ષિત કરવાની અને સાચવવાની રીતો
- ઉદ્યોગોની ભાગીદારોમાં સંશોધનોને ટકાવવા અને પ્રોત્સાહન આપવા માટેના પગલાં
- સંસ્થાઓની સ્વાયત્તતા અને જવાબદારી પરત્વેની બાબતો.
સમાજમાં મોટા પાયે વિસ્તરેલી ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓની શિક્ષણસ્તરને સુધારવાની અને ગુણવત્તાને પ્રોત્સાહિત કરવાના નાવીન્યપૂર્ણ માર્ગો.
|
|
|