
|
|

|
ખેતીઃ કૃષિવિદ્યા
ભારતની કુલ વસ્તીના 60% લોકોને ખેતી રોજગારી પુરી પાડે છે. રાષ્ટ્રીય આવકમાં (જીડીપી)માં તેના હિસ્સાના સતત ઘટાડા છતાં પણ, તે દેશમાં મોટામાં મોટુ આર્થિક ક્ષેત્ર બની રહે છે. નીચે અને નગણ્ય વિકાસદર અને તાજેતરમાં ભારતના ગ્રામ્યવિસ્તારો પૈકીના કેટલાક વિસ્તારોમાં ઊભી થયેલી ખેતીલાયક જમીનના ઘટાડાના પ્રશ્નો ફક્ત ભારતની ખોરાક સલામતી માટે જ ખતરો નથી, પરંતુ સમગ્ર દેશની આર્થિક સલામતી પરત્વેનો પણ છે
એન કે સી દ્વારા ખેતી સબંધે હસ્તક્ષેપ વાંચ્છનીય ચોક્કસ વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે. ખેતીમાં જ્ઞાનના ઉપયોગને પ્રોત્સાહિત કરવા અને ખેત આવકમાં અને ઉત્પાદકતામાં ટકી શકવા યોગ્ય વધારો કરવા, એનકેસી વિભિન્ન ભાગીદારો અને નિષ્ણાંતો સાથે મીટીંગ જે ઈન્ડીયન કાઉન્સીલ ફોર એગ્રીકલ્ચરલ રીસર્ચના ઉપક્રમે કરવામાં રોકાયેલ છે. જેના ચાર વિસ્તારો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવેલ છે, જે ફસલ લેવાયા બાદનો આંતર માળખાકીય સ્વરૂપ ઓર્ગેનિક ખેતી એકત્રિત જંતુનાશક દવા સંચાલન કાર્યક્રમ અને ખેતી વિષયક શક્તિ સંચાલન. શ્રેણીબધ્ધ ભલામણો જે ગંભીરતાપૂર્વકની ચર્ચા વિચારણા આધારિત છે તેને તૈયાર કરવામાં આવેલ છે. વધુમાં, એનકેસી એ ખેત સંશોધન કાર્ય અને પધ્ધતિઓનું વિસ્તૃતિકરણ, મૂલ્યોની વૃધ્ધિ અને સબંધિત સામાજીક અને વૈજ્ઞાનિક ખેતી વિષયક જ્ઞાનની રચનાત્મક અને સમજણશક્તિમાં વધારો કરવાનું પ્રારંભ કરેલ છે.
|
|
|