
|
|

|
સંગઠન

રાષ્ટ્રીયજ્ઞાનપંચ છ સભ્યો, ચેરમેન સહિત ધરાવે છે. બધા જ સભ્યો તેમની ફરજો અંશકાલિન સ્વરૂપે બજાવે છે અને તે માટે કોઈ પણ પગાર મેળવતા નથી.
સભ્યોને તેમની ફરજમાં મદદ એક નાના ટેકનીકલ સહાય સ્ટાફ જેના વડા એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર છે અને જ એન કે સીને સરકાર દ્વારા આપવામાં આવેલ છે. સંચાલન પંચ તેના દ્વારા હાથ ધરાયેલ ટાસ્કના સંચાલન કાર્ય માટે નિષ્ણાતની સેવા સહાય મેળવવા મુક્ત છે.
આયોજન પંચ એ એન કે સી ની નોડલ એજન્સી તેના આયોજન અને બજેટ હેતુ માટે તેમજ સંસદીય પ્રતિભાવો પ્રાપ્ત કરવા માટે છે.
એન કે સી દ્વાર અખત્યાર કરવામાં આવેલી કાર્યપધ્ધતિ નીચે મુજબ છે.
- ચાવીરૂપ વિચારણીય ક્ષેત્રોની આળખ કરવી.
- વિવિધ સહભાગીઓની ઓળખ કરવી અને તે ક્ષેત્રના મુખ્ય પ્રશ્નોને સમજવા
- નિષ્ણાતો અને વિષયજ્ઞાતાઓના કાર્યજુથની રચના કરવી, કાર્યશાળાઓનું આયોજન કરવું, વિસ્તૃતપણે વિધિસર કે અવિવિધસર પરામર્શ સંબંધકર્તા અને સહભાગીઓ સાથે.
- પરામર્શ કરવો વહીવટી મંત્રીઓ અને આયોજનપંચ સાથે.
- એન કે સીમાં થયેલ ચર્ચાઓથી ભલામણોને આખરી સ્વરૂપ આપીને વડાપ્રધાનને પત્રસ્વરૂપે એનકેસીના ચેરમેન દ્વારા અપાવો.
- વડાપ્રધાનને પત્રમાં, ચાવીરૂપ ભલામણો સમાવવી, પ્રથમ પગલું, નાણાંકીય વ્યવસ્થા વિ. પત્રને સમજૂતીયુક્ત સંબંધિ દસ્તાવેજ થી આધાર આપવો
- એન કે સીની ભલામણોની રાજ્ય સરકારોને, મુલ્કી સોસાયટીઓને અને અન્ય સહભાગીઓને વિસ્તૃત સ્વરૂપે સમજણ આપવી, એન કે સી વેબસાઈના વપરાશકર્તાને પણ આપવી.
- વડાપ્રધાન કચેરી દ્વારા ભલામણોના અમલીકરણનો પ્રારંભ કરવો.
- સહભાગીઓના પ્રતિભાવે અને દરખાસ્તોના અમલીકરણના સમન્વયથી તેના આધારિત ભલામણોને આખરી સ્વરૂપ આપવું.
|
|
|